અમદાવાદ : મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આવતીકાલથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થશે. વાસ્તવમાં ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0) શરૂ થશે. અમદાવાદ પોલીસ કમિશ્નરે મનપા કમિશ્વર સાથે તમામ ચર્ચા વિચારણા કરી ફેઝ-2માં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડશે.
અમદાવાદ શહેરમાં અગાઉ બાંગ્લાદેશીઓના ઠેકાણા તરીકે જાણીતું ચંડોળા તળાવે થોડા સમય પહેલા ઘૂસણખોરોના ઘર પર બૂલડોઝર (Bulldozer) ફેરવવામાં આવ્યું હતું. જેમાં કુખ્યાત લલ્લુ બિહારીના આશિયાના પર સરકારનું બૂલડોઝર ફરી વળ્યું હતું. ત્યારે આવતીકાલથી ફેઝ-2માં ચંડોળા તળાવનું ડિમોલિશન થશે. ચંડોળા ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હતા. ફેઝ-2માં આખા ચંડોળા તળાવની ફરતે ડિમોલિશન કરાશે. પોલીસ કમિશ્નરે AMC કમિશ્નર સાથે તમામ ચર્ચા કરી છે. જેમાં 3000 પોલીસ કર્મીઓ અને 25 SRP ટીમ તૈનાત રહેશે. ફેઝ-1માં 1.50લાખ ચોરસ મીટર એરિયાનો સફાયો કરાયો હતો. ફેઝ-2માં 2.50લાખ ચોરસ મીટર દબાણ હટાવાશે.
ચંડોળા ગેરકાયદેસર ધંધાઓનું હબ બની ચુક્યું છે. પોલીસનું કામ સિક્યુરિટી આપવાનું છે. લોકો રોડ પર ગેરકાયદેસર બાંધકામ કરે છે, 2025માં કુલ 250 બાંગ્લાદેશીઓ પકડાયા હતા. 207 બાંગ્લાદેશી ચંડોળા તળાવમાંથી પકડાયા હતા. 200થી વધુ લોકોને ડિપોર્ટ કરાઈ ચુક્યા છે તેમ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે. મનપા દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવશે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં આગામી 20 મેના રોજ ફરી ડિમોલિશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગેરકાયદે તમામ બાંધકામો તોડવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે 10,000 નાનાં-મોટાં કાચાં પાકાં મકાનો અને ઝૂંપડાં છે. વર્ષ 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યાં છે.
ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને તેમનાં મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચંડોળા તળાવમાં જેટલાં પણ મકાનો આવેલાં છે એ તમામ મકાનોનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.એસ્ટેટ વિભાગ દ્વારા જેમ જેમ દબાણ અંગેનો સર્વે થતો જશે અને મકાનો ખાલી હશે એ મુજબ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.