અમદાવાદ : અમદાવાદના મેમનગર વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના બની છે. ગુરૂકુળ વિસ્તારમા આવેલા પુર્વી ટાવરમાં સવારે 11 વાગ્યાની આસપાસ A બ્લોકમાં આઠમા માળે એક ઘરમાં એસી બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી દીધું હતું. આગના બનાવના પગલે કાળા ડિંબાગ ધુમાડો આકાશમાં દેખાયો હતો અને આખા બિલ્ડિંગને આગની ઝપેટમાં લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મેમનગર અને આસપાસના ફાયર સ્ટેશનની કુલ 12 થી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા.
આ ઘટનાની માહિતી ફાયરબ્રિગેડને થતાં 12 થી 15 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હોવાની વાત સામે આવી છે. એક તરફ ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ રહી હતી તો બીજી તરફ તાત્કાલિક ધોરણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું. તેની મદદથી ધાબા ઉપર રહેલા 8 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આઠમાં અને નવમાં માળ ઉપર રહેલા તમામ લોકોને પણ ફાયરની ટીમે નીચે ઉતારી લીધા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. ત્યારબાદ તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે આગની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગરમીનું પ્રમાણ વધતા એસી ફાટવાની સંભાવના વધી જાય છે. જેના કારણે આઘની ઘટનાઓ વધી છે. મોટા ભાગની આગની ઘટનામાં એસી ફાટવાનું કારણ હોય છે. આજે પણ ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8મા માળે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હતી. 9મા અને 10મા માળના લોકોને ધાબા પર મુકવામાં આવ્યાં હતા તેમાંથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 10 થી વધુ લોકોને સીડી વડે નીચે ઉતારવામાં આવ્યા છે.