30.3 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદમાં આવતીકાલે શાળા કોલેજો રહેશે બંધ, ભારે વરસાદને જોતા તંત્રનો નિર્ણય

Share

અમદાવાદ : રવિવારે સાંજે શહેર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 3 કલાકમાં સરેરાશ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના પગલે આવતીકાલે શાળા-કોલેજોમાં બંધ રાખવા તંત્ર દ્વારા આદેશ કરાયો છે.

અમદાવાદ શહેરમાં સરેરાશ 4.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડીમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉસ્માનપુરા અને બોડકદેવમાં 8-8 ઈંચ વરસાદ, મક્તમપુરા અને જોધપુરમાં 7.5 ઈંચ વરસાદ, બોપલ અને ગોતામાં 6-6 ઈંચ, સરખેજમાં 5 ઈંચ, વટવામાં 5 ઈંચ, મણિનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારરોડ-રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી થઇ હતી. નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મીઠાખળી, મકરબા, પરિમલ, વેજલપુર અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles