Sunday, March 1, 2026

હવે શાળાઓએ આ સૂચનાનું પાલન કરવું પડશે, શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જાહેર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે સ્કૂલમાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC આપવામાં આવે છે. આ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC)માં બાળકનું નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્ત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. હાલમાં APAAR IDની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી શૈક્ષણિક સત્ર જૂન 2025થી જે બાળકોને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે તેમજ સ્કૂલમાં પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેમાં બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા APAAR ID, આધાર કાર્ડ અને LC તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે. આ નિર્ણયથી મનપા દ્વારા ઈસ્યુ થતા જન્મ મરણના પ્રમાણપત્રમાં નામ અને સરનેમ પહેલાં લખવા મામલે મૂંઝવણ અને ફરિયાદોનો અંત આવશે. યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે.

પહેલાં આ પ્રકારની કોઈ ગાઈડલાઈન ન હોવાથી લોકો જન્મ મરણના દાખલા અને આધારકાર્ડમાં પોતાની રીતે નામ કે અટક લખાવતા હતા, જેના કારણે સરકારને આઈડી અપડેટ કરવા અને લિંક જનરેટ કરવામાં સમસ્યા થતી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે હવેથી જન્મ મરણના દાખલા અને આધારકાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી તેના પિતાનું કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...