અમદાવાદ: રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ જનારા યાત્રીઓ માટે શુભ સામાચાર છે. પ્રવાસીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ સાબરમતીથી સુલ્તાનપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સેવા અંતર્ગત કુલ 6 ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ટ્રેન સંખ્યા 04215 સાબરમતી–સુલ્તાનપુર સ્પેશિયલ 14, 21 અને 28 જૂન 2025 (શનિવાર) ના રોજ સાબરમતીથી 08:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાં દિવસે 11:00 કલાકે સુલ્તાનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 04216 સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 જૂન 2025 (શુક્રવાર) ના રોજ સુલતાનપુરથી 04:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાં દિવસે 07:30 કલાકે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા,પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા કૅન્ટ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને લખનૌ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 15 સ્લીપર કોચ અને 3 જનરલ શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન નંબર 04215 માટે બુકિંગ 12 જૂન 2025થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વધુ વિગતો માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.