જૂનાગઢ : જૂનાગઢમાં આવેલા સાસણ સફારી પાર્કમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે અને નેચર સફારી પાર્કમાં અનેક પ્રાણીઓને જોવે છે. ખાસ કરીને અહીં સિંહો જોવા માટે લોકો મુલાકાત કરે છે. ત્યારે હવે સિહોના મીટીંગ પિરિયડ ને લઈને વન વિભાગ દ્વારા વેકેશન પાડવામાં આવ્યું છે. વેકેશન એટેલે કે આવતી કાલથી તમે સાસણ સફારી પાર્કની મુલાકાત નહીં લઈ શકો. વન વિભાગ દ્વારા 16 જૂનથી 15 ઓક્ટોબર એટલે કે ચાર માસ સુધી સાસણ સફારી પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દેશ-વિદેશમાંથી સાસણ ખાતે આવતા પ્રવાસીઓએ હવે ફરી સાસણ સફારી પાર્કમાં મુલાકાત લેવા માટે 4 મહિના રાહ જોવી પડશે. કેમ કે હવે સિંહોનું વેકેશન ચાલુ થઈ ગયું છે, જેના કારણે વન વિભાગે તારીખ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન જાહેર ક્યું છે અને સાસણ સફારી પાર્કને બંધ કરવામાં આવ્યું છે.
સાસણ સફારી પાર્કમાં 15 જૂનના જે પ્રવાસીઓ આવ્યા હતા તેમણે 25થી વધુ સિંહોને નિહાળ્યા હતા. પાર્કનો આજે છેલ્લો દિવસ હતો. હવે પાર્કને ચાર મહિના માટે બંધ રાખવામાં આવશે. ચોમાસામાં વરસાદની સિઝનને લઈને જંગલ વિસ્તારના રસ્તાઓ પણ વારંવાર ધોવાતા હોવાથી પણ પાર્કમાં જવું મુશ્કેલ બનતું હોય છે.
શાળા, હાઇસ્કુલ, કોલેજના વેકેશન ખુલી જતા વિદ્યા સંકુલો વિદ્યાર્થીઓની ચીચિયારી, મોજથી ઉભરાઈ રહી છે. તો બીજી બાજુ આગામી 16 જુલાઈ થી સાસણની સફારી પાર્કમાં સિંહોનું વેકેશન શરૂ થશે એટલે કે સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે લગભગ ચાર મહિના સુધી પ્રવેશ બંધ રહેશે અને સિંહ દર્શન થઈ શકશે નહીં.
આવતી કાલથી એટલે કે 16 જૂનથી બંધ થઈ રહેલા સાસણ સફારી પાર્ક ચાર મહિનાના લાબા વેકેશન બાદ તારીખ 16 ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ માટે સાસણ સફારી પાર્ક તેમજ ગિરનાર નેચર સફારી પાર્ક ખુલ્લો મુકાશે.