અમદાવાદ : અમદાવાદ RTO માં ભલે એજન્ટપ્રથા બંધ થઈ હોય પણ આ માત્ર કહેવા પૂરતું હોય તેવી સ્થિતી છે. કારણકે તાજેતરમાં RTO ઇન્સ્પેકટરને બે એજન્ટોએ મળીને એક ગાડીની લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિકનાં ઘરનું બોગસ લાઈટ બીલ બનાવી આરટીઓમાં જમા કરાવી દિધું. જોકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષકે ફરિયાદ નોંધાવતા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ આરોપી વસીમ કછોટ અને રીયાઝ મંસૂરીએ ભેગા મળી બેંક દ્વારા સીઝ કરવામાં આવેલી એક ટ્રક એક વ્યક્તિને વેચવા માતા બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જે ડોક્યુમેન્ટ RTOમાં વાહનની કામગીરી માટેની એપ્લીકેશનમાં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા અપલોડ કર્યું હતું. જે લાઈટ બીલ અંગે ખરાઈ કરતા બનાવટી હોવાનું ભોપાળું છતું થયું હતું. જેને લઇને RTO ઇન્સ્પેક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.