અમદાવાદ : દેશના રાજકારણમાં મોટેભાગે રાજનેતાઓ નિવૃત ઓછા થાય છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે પોતાનો અલગ પ્લાન બનાવી રાખ્યો છે. આજે તેમણે ભવિષ્યના પ્લાનનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે, ‘મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ. ખૂબ ઓછા લોકો જાણે છે કે શાહ પોતાની જમીન પર આ સમયે પ્રાકૃતિક ખેતી કરે છે.’
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે રિટાયરમેન્ટ બાદ પોતાનું જીવન વૈદ, ઉપનિષદ વાંચવા અને પ્રાકૃતિક ખેતી માટે આપીશ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ પ્રાકૃતિક ખેતી…એક પ્રકારનો વૈજ્ઞાનિક પ્રયોગ છે જે કેટલાક પ્રકારના ફાયદા આપ છે.અમિત શાહે કહ્યુ કે ખાતરવાળા ઘઉં ખાવાથી કેન્સર થાય છે. તે બ્લડ પ્રેશર વધારે છે. તેનાથી થાઇરોઇડની સમસ્યા થાય છે.ભોજન કરતા શખ્સના શરીરને સારૂ બનાવી રાખવા માટે ફર્ટિલાઇજર વગરનું ભોજન કરવું જરૂરી છે, જો આમ થાય તો તેનો અર્થ દવાની જરૂર જ નથી. અમિત શાહે કહ્યું કે તેનાથી ઉત્પાદન પણ વધે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી અપનાવી છે, આજે મારા અનાજના ઉત્પાદનમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે.
આજે, શાહે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રના માતાઓ, બહેનો અને અન્ય સહકારી કાર્યકરો સાથે ‘સહકારી સંવાદ’ યોજ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ એક કલાક ચાલ્યો હતો.