અમદાવાદ : અમદાવાદના શેલામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ 07 પાસે ખોદકામ વખતે કૃપાલ બચપન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી. બાજુમાં નવી બાંધકામ સાઈટમાં બેઝમેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે દિવાલ તૂટી પડી હોવાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તપોવન બિલ્ડર્સ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં નાની નાની તિરાડો પડી ચૂકી હતી. આજે બપોરના સમયે અચાનક કમ્પાઉન્ડ વોલની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના શેલા વિસ્તારમાં ક્લબ 07 પાસે આવેલા કૃપાલ બચપન ફ્લેટ પાસે તપોવન બિલ્ડર્સે નવી સાઈટના પાયાનું ખોદકામ શરૂ કરતા તદ્દન નજીક આવેલી રહેણાંક બિલ્ડિંગની આખી કમ્પાઉન્ડ વૉલ ધસી પડી હતી. ગઈકાલે 10 જુલાઈના રોજ કમ્પાઉન્ડ વાલની આજુબાજુમાં નાની-મોટી તેમાં તિરાડો પડી હતી જેથી ત્યાંથી વાહનો હટાવી લીધા હતા અને લોકોને ત્યાં જવાની મનાઈ હતી. આજે બપોરના સમય દીવાલ પડી હતી.
શેલામાં ક્લબ 07 પાસે ખોદકામ દરમિયાન ‘કૃપાલ બચપન’ નામની ઇમારતની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ ગઈ. નવી જગ્યાનો પાયો ખોદતી વખતે કૃપાલ બચપન નામની ઇમારતની સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ અંગે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. આ ઘટનામાં ઇમારતનો ભોંયરું ધરાશાયી થવાની અને જાનમાલનું નુકસાન થવાની શક્યતા છે.