સુરત : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ શનિવારે સાંજે સુરત શહેરમાં અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેમના સંબોધન દરમિયાન પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે, ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ. પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરત શહેરમાં અલથાણ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે, ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ. પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ.આ ઉપરાંત પોલીસકર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો, હું તમારી સાથે છું. પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ, પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે, અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ.
હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા જણાવ્યું હતું કે, “છેલ્લા 3 વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે. 70થી વધુ પાકિસ્તાની, ઈરાની અને ડ્રગ્સ લાવતા દુષણખોરોને પકડવાનું કામ કરવામાં આવ્યું છે.