અંબાજી : શક્તિપીઠ અંબાજીથી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં જો તમે આગામી દિવસો અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે. વિગતો મુજબ અંબાજીના ગબ્બર પર રોપ વે 5 દિવસ બંધ રહેશે. પ્રાથમિક માહિતી પ્રમાણે 21 થી 25 જુલાઈ સુધી રોપ વે સેવા બંધ રહેશે. આ તરફ હવે રોપ વે બંધ હોવાથી ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. નોંધનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે અંબાજી જતા હોય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શક્તિપીઠ અંબાજીના ગબ્બર ઉડન ખટોલાની રોપ-વે સેવા 05 દિવસ બંધ કરાશે. જી હા… તારીખ 21 થી 25 જુલાઈ સુધીનો લેવાયો નિર્ણય મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા રોપ વે દ્વારા જતા હોય છે, ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે રોપ-વેની સાર સંભાળ (મેન્ટેનેન્સ) કરવાનું થતું હોઈ રોપ વે સેવા બંધ રહેશે. 26/07/2025 થી રોપ-વે સેવા પુનઃ શરૂ કરવામાં આવશે. જોકે રોપ-વે સેવા બંધ કરાતા શ્રદ્ધાળુઓ માટે ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના દર્શાનર્થે પગપાળા પગથિયાં દ્વારા જવા રસ્તો ચાલું રહેશે.
આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા આયોજનને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે બનાસકાંઠામાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ નિમિતે પરંપરાગત મેળાનું આયોજન થાય છે.