અમદાવાદ : AMC દ્વારા અમદાવાદ જનમાર્ગ લિમિટેડના સહયોગથી RTO ખાતે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવાયા છે. આજે CM ભૂપેન્દ્ર પટેલ, આ ચાર્જિંગ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કર્યું છે. જે થતા જ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે આ પ્રકારનું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર પ્રથમ શહેર અમદાવાદ બન્યું છે. ત્યારે આ ચાર્જિંગ સ્ટેશન કઈ રીતે કામ કરશે અને તેનાથી કેટલો ફાયદો થશે આવો જાણીએ.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા અમદાવાદ જનમાર્ગ લીમીટેડના સહયોગ થી સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસ)” ફેઝ2 પ્રોજેક્ટ અંતર્ગત RTO ખાતે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવેલ છે.અમદાવાદ, પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે આ પ્રકારનું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર પ્રથમ શહેર છે.
હાલની પરિસ્થિતિમાં દરરોજ ઇલેક્ટ્રિક બસની માઈલેજ પૂરી થયા બાદ, ફરીથી તેને ચાર્જ કરવા માટે 40 જેટલી બસને ચાર્જિંગ ડેપો સુધી મોકલવા લગભગ વાર્ષિક 60 લાખનો એક્સ્ટ્રા ખર્ચ AMC દ્વારા થઈ રહ્યો છે. હવે સોલાર પાવર્ડ ઓન રૂટ ચાર્જિંગ વિથ સોલાર પ્રોજેક્ટના અમલ પછી દરરોજ 40થી 45 બસો માટે ઓન રૂટ ચાર્જિંગ શક્ય બનશે.
આ ઉપરાંત, 120 કિલોવોટ (kWp) સોલાર પાવર સિસ્ટમથી દર વર્ષે આશરે 1.2 લાખ કિલોવોટ (kWh) ઊર્જાનું ઉત્પાદન થશે અને કાર્બન ડાયોક્સાઇડ ઇક્વિવેલન્ટ (CO₂e) ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે. જેથી આ કામગીરીના કારણે 40થી 45 બસોના ઓન રૂટ ચાર્જિંગના સુચારુ સંચાલન થકી AMCને આશરે રૂપિયા 1 કરોડની વાર્ષિક નાણાકીય બચત થવા પાત્ર છે.