28.4 C
Gujarat
Friday, August 1, 2025

એક નઈ સોચ : હવે બાળકો માતાપિતાને ટ્રાફિક નિયમનનું પાલન કરવા ફરજ પાડશે

Share

અમદાવાદ : શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે,બીજીબાજુ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમો અને નિયમોના પાલન વિષે જાગ્રુત કરવા એક નઈ સોચ પ્રોજેક્ટ શરુ કર્યો છે.જે અંતર્ગત બાળકો હવે તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા તથા ટ્રાફિક નિયમનું સખ્ત પાલન કરવા ફરજ પાડશે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા શરુ કરાયેલા અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રોડ પર આવેલી સ્વસ્તિક સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.સ્વસ્તિક સ્કુલના શિસ્તબધ્ધ બાળકોએ અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) એન.એન.ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.પોલીસ યુનિફોર્મમાં શિસ્તબધ્ધ રીતે ઉભા રહેલા બાળકોએ JCP એન.એન.ચૌધરીને સેલ્યુટ કર્યું ત્યારે તેઓ ગદ્દગદીત થઈ ગયા હતા.તેમણે પણ બાળકોને સેલ્યુટ કરી હાથ મિલાવ્યા હતા.તે સાથે જ બાળકોએ ટેરેસ પરથી JCP એન.એન.ચૌધરી પર પુષ્પવર્ષા કરી હતી.

 

એક નઈ સોચ કાર્યક્રમમાં JCP એન.એન.ચૌધરીએ બાળકોને સંબોધન કરતાં કહ્યું હતું કે વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે.વાહન અકસ્માતો થવાના મુખ્ય કારણો એ છે કે વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોન પર વાત કરીએ છીએ, વાહન રોંગ સાઈડમાં ચલાવીએ છીએ તથા ટ્રાફિકના નિયમનો ભંગ કરીએ છીએ.તમે સ્કુલમાં હોમવર્ક ન કરો તો ટીચર્સ પનીશમેન્ટ કરે છે તે રીતે તમે ટ્રાફિકના નિયનોનો ભંગ કરો છો એટલે પોલીસ તમને દંડ કરે છે.દરેક બાળકોએ તેમના માતાપિતાને ટ્રાફિકના નિયમોનું પાલન ફરજીયાત કરાવવું જોઈએ.અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટનાઓ કાબુમાં આવે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે,પોલીસે છેલ્લા એક માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દોઢ કરોડ રુપીયાનો દંડ વસુલ કર્યો છે.છેલ્લા બે દિવસથી પોલીસ સખ્તાઈથી ડ્રાઈવ શરુ કરી છે.છેલ્લા બે દિવસમાં 2017 જેટલા કેસ કર્યા છે,41 વાહન ચાલકો સામે ગુના નોંધ્યા છે, 30 વાહનો ડીટેેઈન કર્યા છે અને 30 લાખ રુપીયાની પેનલ્ટી વસુલ કરી છે.

 

અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP ડો.નીતાબેન દેસાઈએ બાળકોને ટ્રાફિક નિયમનું પાલન કરવાના ફાયદા દર્શાવતાં કહ્યું હતું કે ટ્રાફિક નિયમનું પાલન કરવાથી અકસ્માતો નડતા નથી.અમદાવાદમાં રાહદારીઓ અને ટુવ્હીલર્સ ને સૌથી વધુ અકસ્માતો નડે છે.કારણકે રાહદારીઓ રોડ ક્રોસ કરતા સમયે બેધ્યાન હોય છે,તેઓ ઝીબ્રા ક્રોસીંગનો ઉપયોગ કરતા નથી.વાહન ચાલકો રેડ સિગ્નલનો ભંગ કરતા હોય છે.વાહન ચલાવતા હોય છે ત્યારે ફોન પર વાત કરતા રહે છે.કાર ચાલકો પણ બે ફામ ઝડપે કાર ચલાવતા હોય છે.રોંગ સાઈડ ઓવરટેકના કારણે પણ અકસ્માતો થતા હોય છે.બાળકોને અનુરોધ કર્યો હતો કે તમારા માતાપિતા હેલ્મેટ ન પહેરે તો વાહન પર બેસવું નહીં,બાળકોએ જ માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડવી જોઈએ.

એક નઈ સોચ કાર્યક્રમના સ્પોન્સર સ્વસ્તિક સ્કુલના સંસ્થાપક સુરેશ પટેલે બાળકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા અને તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા શિખામણ આપી હતી.તેમણે કહ્યું હતું કે શાળામાં સાયકલ લઈને આવતા બાળકો નિયમનું પાલન કરશે.જે બાળકોને તેમના માતાપિતા ટુવ્હીલર્સ પર લેવા મુકવા આવે છે.તે માતાપિતા હેલ્મેટ પહેર્યા વગર સ્કુલમાં આવશે તે તેમને શાળા પેનલ્ટી કરશે.તેમણે JCP એન.એન.ચૌધરીને વચન આપ્યું હતું કે દરેક બાળકોના માતાપિતા ટ્રાફિક નિયમનું પાલન કરશે.

ટ્રાફિક વિભાગના ACP એસ.જે.મોદીએ બાળકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા તથા તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.બાળકો પણ ટ્રાફિક નિયમનો ભંગ કરવાથી થતા નુકશાનની ગંભીરતા સમજીને માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલના કરાવવા વચનબધ્ધ બન્યા હતા.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા દર શનિવારે જુદીજુદી શાળાઓમાં એક નઈ સોચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.જે અંતર્ગત શાળાના બાળકોમાં સલામતી,સુરક્ષા,સાવધાની અને સતર્કતા લાવવાનો પ્રયાસ છે.જેના કારણે બાળકો તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરાવશે તો ચોક્કસથી વાહન અક્માતોની ઘટનામાં ઘટાડો થઈ શકશે.સ્વસ્તિક સ્કુલના ટ્રસ્ટી કિશન પટેલ તથા સ્કુલના ટીમ દ્વારા પ્રેરણાદાયી આયોજન સફળતાપુર્વક કરાયું હતું.આ પ્રસંગે ટ્રાફિક વિભાગના પોલિસ ઈન્સ્પેક્ટર સુનિતા પટેલ, એન એ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં આયોજીત એક નઈ સોચ કાર્યક્રમ થી પ્રભાવિત થયેલા પાટણના રાજુભાઈ પટેલ, જગદીશ જી ઠાકોર તથા કિર્તીભાઈ પટેલે પાટણ અને ગાંધીનગર જીલ્લાની શાળાઓ માં પણ એક નઈ સોચ કાર્યક્રમ કરવાની તૈયારી દર્શાવી હતી. જેસીપી એન. એન. ચૌધરી એ તેમને મોમેન્ટો આપી કાર્યક્રમોની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles