29.2 C
Gujarat
Friday, August 15, 2025

ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ 18 ફૂટ ઊંડી ટાંકીમાં પડતાં 5 વર્ષના બાળકનું મોત

Share

અમદાવાદ : અમદાવાદના ગોતા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના દર્શ પટેલ નામના બાળકનું મોત થવાનો બનાવ બન્યો છે. આ ઘટના ગોતાના સેવન બ્લીસ ફ્લેટમાં બની.બાળકનું નામ દર્શીલ હોવાનું સામે આવ્યું છે. ફ્લેટ બનાવનાર બિલ્ડરની બેદરકારીથી માસુમ બાળક મોતને ભેટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં સેવન બ્લિસ સોસાયટી આવેલી છે, જેમાં 5 વર્ષનો નામનો દર્શ પટેલ નામનો બાળક તેમના પરિવાર સાથે રહેતો હતો. સોમવારે સાંજે ફ્લેટના બીજા બધા બાળકો રમતા હતા અને દર્શ પણ સાંજે ટ્યુશનથી આવી અને નીચે રમવા લાગ્યો હતો. એના પિતાએ તેને બે દિવસ પહેલા જ નવી સાયકલ લઈ આપી હતી જેથી સાયકલ લઈને તે નીચે રમતો હતો. તે દરમિયાન ત્યાંથી એક ભાઈ પસાર થયા ત્યારે તેમણે જોયું કે, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી ખુલ્લી હતી જેથી આજુબાજુના બાળકોને પૂછ્યું હતું. બાજુમાં દર્શની સાયકલ પડી હતી.

તેઓએ અંદર ટાંકામાં જોયું તો દર્શ ઢાંકણા સાથે અંદર પડેલો હતો. ફલેટના રહીશોને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. 18 ફૂટ ઊંડી પાણીની ટાંકી કે જેમાં 11 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. બાળકને બહાર કાઢીને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, સોસાયટીમાં જે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવી છે તેમાં ઢાંકણા ફાઇબરના રાખવામાં આવેલા છે. લોખંડના ઢાંકણા રાખવામાં આવ્યા નથી. ટાંકીમાં નીચે ઉતારવા માટે કોઈપણ પ્રકારની અંદર સુવિધા રાખવામાં આવી નથી. સોલા પોલીસે આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

બાળકોને ને લઈને અવરનવર ઘટના બનતી હોય છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ કરૂણ ઘટના અમદાવાદના ગોતા વિસ્તાર ની છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles