અમદાવાદ : જન્માષ્ટમીના પાવન પર્વે દરેક કૃષ્ણભક્ત ખુબ ઉત્સાહથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરતો હતો ત્યારે નવા વાડજમાં બંસરી મ્યુઝિક સર્કલના 60 સાધકોએ સતત 12 કલાક નોન-સ્ટોપ વાંસળી વાદન કરીને કૃષ્ણભક્તિના મધુર સૂરો છેડી જન્માષ્ટમીના પાવન પર્વેની અનોખી ઉજવણી કરી હતી.બંસરી મ્યુઝિક સર્કલના 60 સાધકોએ બપોરના 12 થી રાત્રિના 12 સુધી સતત 12 કલાક બંસરી વાદન કરીને ઈશ્વરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
જન્માષ્ટમીના પાવન પર્વે દરેક કૃષ્ણભક્ત ખુબ ઉત્સાહથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરે છે ત્યારે, સંસારને વાંસળી આપનાર શ્રીકૃષ્ણને રિજવવા માટે નવા વાડજના બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વેની અનોખી ઉજવણી કરી હતી. બંસરી મ્યુઝિક સર્કલ ના મુખ્ય સ્થાપક અને બંસરી શીખવનાર માનવભાઈ જોશીના કહેવા મુજબ અમે આનું સ્થાન અનેક વર્ષોથી કરી રહ્યા છીએ.પહેલા હું એકલો જ 12 કલાક સતત વાંસળી વગાડતો પરંતુ હવે શિષ્યો ખૂબ સુંદર વાંસળી વાદન કરી રહ્યા છે અને તેમનો ભાવ પણ હોય છે કે અમે આ પાવન દિવસે ઈશ્વરને બાસુરી વાદળની ભેટ આપીએ.બપોરે 12:00 વાગે પાંસળીનો મધુર અવાજ શરૂ થાય તો રાત્રે 12 સુધી સતત અવિરત અલગ અલગ અલંકાર, રાગ, ભગવાનની ધુનો અને ફિલ્મી ગીતો ભગવાનને અમે અર્પણ કરીએ છીએ.એક સાધકથી શરૂ થયેલું બંસરી મ્યુઝિક સર્કલ આજે 60 વાંસળી વાદકોથી ખીલી ઉઠ્યું હતું.
આ ઉપંરાત ઉજવણી દરમિયાન જે સાધકો અને સંગીતપ્રેમીઓ વરસાદના લીધે આવી શક્યા ન હતા, તેમને માટે ઇન્ડિયા અને એબ્રોડ youtube લાઈવ આખો પ્રોગ્રામ જોઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. માનવભાઈ જણાવે છે કે બંસરી મ્યુઝિક સર્કલ આજ રીતે વાંસળીના આદ્ય ગુરુ શ્રીકૃષ્ણનું અનુષ્ઠાન કરતું આવ્યું છે અને કરતું રહેશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષથી નવાવાડજ વિસ્તારમાં બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા શાસ્ત્રીય સંગીત, ભક્તિ સંગીત અને બોલીવુડ સોંગ વાંસળીના માધ્યમથી શીખવવામાં આવે છે.