અમદાવાદ : ગણેશ ચતુર્થીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રકૃતિનું રક્ષણ થાય તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચયની સાથે રેડીએશનમાંથી મુક્તિ મળે તે માટે ખાસ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલી ગણપતિની ઇકો ફ્રેન્ડલીન મૂર્તિઓનું ચલણ વધી રહ્યું છે. ગોબરમાંથી બનેલી આ મૂર્તિઓ અન્ય રસાયણોમાંથી બનેલી મૂર્તિ કરતા કિંમતમાં પણ સસ્તી છે. અને ખાસ તે ઇકો ફ્રેન્ડલી હોવાને કારણે પરિવારને રેડીએશનથી મુક્ત રાખે છે આ માટે પણ ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિનું ચલણ ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ ગાયના છાણમાંથી ગણેશની મૂર્તિઓ બનાવી અને તેનો વેચાણ શરૂ કરાયું છે. રૂપિયા 300 થી લઈને રૂપિયા 600 સુધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ સાબરમતી રિવરફ્રન્ટ બગીચાઓ ફૂડ કોર્ટ અને વધુ અવાર-જવર વાળી જગ્યાએ તેમજ ઓનલાઈન flipkart અને amazon જેવી કોમર્શિયલ વેબસાઈટ દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લોકો ખરીદી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી નવા વાડજ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ખાતે પણ ગાયના છાણમાંથી ગણેશની મૂર્તિઓના વેચાણ માટે કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
ગણેશ ઉત્સવમાં POPની મૂર્તિ બનાવવામાં આવે છે અને લોકો તેમને ખરીદે છે POPની મૂર્તિ કેમિકલ યુદ્ધ થવાથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે નદીમાં તે પધરાવવાના કારણે નદી પર પ્રદેશિત થાય છે જેથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના ફાયદા અનેક છે, ગાયના છાણમાંથી મૂર્તિની સાથે લીમડો, બીલીપત્ર, જાંબુ, તુલસી જેવા વિવિધ વૃક્ષ અને ઔષધીય વનસ્પતિના બીજ પણ નાખવામાં આવ્યા છે. બીજ સાથે બનેલી પ્રતિમા નું વિસર્જન ઘરે કરવાથી બીજમાંથી ઘરે જ વિસર્જનમાંથી નવસર્જન થશે.