અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડના એપાર્ટમેન્ટને રિડેલપમેન્ટને લઇને છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઇ પરિણામ આવ્યું નથી.જેને લઈને અમદાવાદના સોલા-નારણપુરાથી નવા વાડજ સુધીમાં હાઉસિંગ બોર્ડની 125થી વધુ સોસાયટીના રહીશો દ્વારા હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનની રચના કરવામાં આવી હતી. આ ફેડરેશને જણાવ્યું હતું કે 25 થી 40 વર્ષ જુના જર્જરિત બાંધકામના ફ્લેટોમાં લોકો જીવન જોખમે જીવે છે ત્યારે આ ફેડરેશન દ્વારા હાઉસીંગ રિડેવલોપમેન્ટ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને બોર્ડના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નક્કર નિર્ણય હજુ સુધી લેવાયો નથી. જો કે નજીકના સમયમાં રીડેવલપમેન્ટ અંગે કોઈ સારા સમાચાર મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
હાઉસીંગ રિડેવલોપમેન્ટ લઈને રહીશોને જણાવાયું છે કે
જૂના બાંધકામના ગેરફાયદાઓ.
૧. વર્ષો પેહલા વપરાયેલા મટીરીયલ (ઇંટ, સિમેન્ટ, લોખંડ)નું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય છે
૨. મકાનોમાં કાયમી મેંઇટેન્સ (સમારકામ)નાં ખર્ચ
૩. એપાર્ટમેન્ટની આસપાસ ગંદકી
૪. સોસાયટીના આંતરિક રસ્તાઓની ખરાબ સ્થિતિ
૫. ઇમરજન્સીનાં પ્રસંગે ફાયર કે એમ્બ્યુલન્સને સોસાયટીમાં આવવામાં પડતી તકલીફ
૬. બાળકો માટે રમત ગમત માટે સગવડનો અભાવ
૭. સિનિયર સિટઝન માટે બેસવાની કોઈ વ્યવસ્થાનો અભાવ
૮. જૂની યોજનાઓમાં લિફ્ટનાં હોવાથી બીમાર વ્યક્તિ, સિનિયર સિટીઝન, અશક્ત વગેરેને પડતી તકલીફ
૯. સામાજિક/ ધાર્મિક પ્રસંગ ઉજવવા માટે તકલીફ
૧૦. પાર્કિંગની મુખ્ય સમસ્યા
૧૧. ઓવરહેડ પાણીની ટાંકીઓ જર્જરિત
૧૨. જૂની સોસાયટીમાં કંપાઉન્ડ વોલનાં હોવાથી ચોરી અને અન્ય સમસ્યાઓ
રિડેવલોપમેન્ટથી થતા ફાયદા.
૧. નવું અને આધુનિક સગવડ સાથેનું ભૂકંપપ્રૂફ બાંધકામ
૨. લિફ્ટની સગવડ
૩. સામાજિક /ધાર્મિક પ્રસંગ માટે કૉમ્યુનિટી હોલની વ્યવસ્થા
૪. પાર્કિંગની વ્યવસ્થા
૫. ચિલ્ડ્રનપ્લે એરિયાની વ્યવસ્થા
૬. સિનિયર સિટીઝન માટેની વ્યવસ્થા
૭. ૨૪ કલાક સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા
૮. વરસાદી પાણીનાં સંગ્રહની વ્યવસ્થા
૯. સોલાર સિસ્ટમથી કોમન વીજળી વપરાશમાં બચત
૧૦. સિક્યુરિટી કેબિનનાં લીધે સલામતી
૧૧.ગાર્ડનની વ્યવસ્થા
૧૨.જૂના બાંધકામનાં કાર્પેટ થી ૪૦% નવું બાંધકામ