અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા (AMC )ના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ (TDO) ઓફિસર કેતન રામીને ( Ketan Rami ) અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના ગુનામાં એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ ઝડપી પાડ્યા છે. 2012થી 2019 દરમિયાન તેમણે અપ્રમાણસર મિલકત વ્યવહારોમાંથી 67 લાખ 13 હજાર રૂપિયા જેટલી મસમોટી રકમ ભેગી કરી હોવાના આરોપ છે, જે તેમની આવક કરતાં ઘણી વધુ છે. ACBએ તપાસ દરમિયાન આ તથ્યોની પુષ્ટિ કરી અને રામીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાએ શહેરી વહીવટમાં ભ્રષ્ટાચારના નેટવર્કને ઉજાગર કર્યો છે.
ACBની તપાસમાં જાણવા મળ્યું કે કેતન રામીએ AMCના પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરીકે કામ કરતા સમયે મિલકત વ્યવહારોમાં અનિયમિતતાઓ કરી હતી. 2012 થી 2019 સુધીના સમયગાળામાં તેમણે અપ્રમાણસર મિલકતોના લીઝ, વેચાણ અને ટ્રાન્સફરમાં મધ્યસ્થી કરીને મોટી રકમ ભેગી કરી હતી. તપાસમાં 67 લાખ 13 હજાર રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે, જે તેમની જાહેર આવક કરતાં ઘણી વધુ હતી. ACBએ આ તથ્યોના આધારે રામીને ધરપકડ કરી અને તેમના ઘર અને ઑફિસ પરથી દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યા છે.
તપાસના આધારે, ACBએ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનમાં FIR નંબર 16/2025 નોંધ્યો. આરોપી કેતનકુમાર રામીની ધોરણસર ધરપકડ 9 સપ્ટેમ્બર, 2015ના રોજ કરવામાં આવી. હાલ આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે.આ કેસની શરૂઆતની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગોસ્વામીએ કરી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક કે.બી. ચૂડાસમાએ હાથ ધર્યું. હવે આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ચૌધરી સંભાળી રહ્યા છે.