અમદાવાદ : આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા- અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) અને અલગ અલગ 50 સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ 2.0″ અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશ્વના સૌથી મોટા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રક્તદાન અમૃત મહોત્સવ 2.O અંતર્ગત મેગા રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવશે. 17 સપ્ટેમ્બરના રોજ બુધવારે વડાપ્રધાન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કાર્યક્રમમાં છે ત્યાંથી તેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે. કેમ્પ, જેમાં 5 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે.
આ મેગા રક્તદામ કેમ્પ 75 દેશોમાં યોજાશે. જેમાં નેપાળ, શ્રીલંકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાશે. કેમ્પમાં ભાગ લેવા લોકોએ https://amd.abtypmbdf.org/mbdd/register પર નોંધણી કરવાની રહેશે. કેમ્પ યોજનાર સંસ્થા 2014 માં સૌથી મોટા રક્તદાન માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂકી છે. 2020 કોરોના સમયે 3 હજારથી વધુ પ્લાઝમા એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો છે. 2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થાએ 10 લાખથી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું છે. આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે માટે તે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન, મેરેથોન અને વોકાથોનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, Gcci, Vhp, Abvp, ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીના 75 માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ છે.
પીએમ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાશે. તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રી હાજર રહેશે. આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક છે.