Tuesday, February 10, 2026

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

spot_img
Share

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને મહેસૂલ વિભાગના અધિકારોઓને ચૂંટાયેલા સભ્યોથી લઈને સામાન્ય માણસોના ફોન ન ઉપાડવાની બાબતે આકરું વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરીને કડક ગાઈડલાઈન જાહેર કરી હતી.

ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન જ ન ઉપાડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સતત વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ બાબુઓ પર લાલ આંખ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ માટે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગના વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓને તેમણે ફાળવવામાં આવેલા સરકારી ફોન નંબર અથવા જો સરકારી ફોન નંબર ન હોય તો અંગત નંબર પર આવતા ફોન કોલ્સનો જવાબ આપવાનો રહેશે. વળી સરકારે એ પણ આદેશ કર્યો છે કે જો આ અધિકારીઓ ફરજ પર ગેરહાજર હોય કે મિટિંગમાં હોય તેવી સ્થિતિમાં બાદમાં સામેથી કોલ કરીને પદાધિકારી, ઉચ્ચ અધિકારી કે અન્ય અધિકારીઓને યોગ્ય પ્રત્યુતર આપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે મહેસૂલ વિભાગના અધિકારીઓ સામાન્ય માણસની જેમ જ અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોના ફોનને કોઈને કોઈ કારણથી અવગણી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. મીટિંગમાં હોવાથી વાત નહિ થઈ શકે તેવા બહાના હવે નહિ ચાલે.

હવે રાજ્ય સરકારે આ બાબતે હવે સામેથી કોલ બેક કરીને પ્રત્યુતર આપવા જણાવ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી ફોન અવગણવાની અનેક ફરિયાદો મળી હતી, જેના કારણે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...