અમદાવાદ: હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે અને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. હવે બદલાતા સમયમાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટ, ક્લબના ગરબા તરફ ઝુકાવ ધરાવે છે. જેના કારણે રાત્રીના સમયે નવરાત્રિમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ખેલૈયા ટ્રાફિકથી કંટાળીને મેટ્રોની મુસાફરી કરવાનું વધુ પસંદ કરે તે માટે મેટ્રો દ્વારા ઇન્સેન્ટિવ લેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવરાત્રી ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેનના સંચાલનનો સમય વધાર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રી મહોત્સવ હેતુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને મહત્તવનો નિર્ણય લીધો છે. મેટ્રો કોર્પોરેશન નવરાત્રી દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી 26 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રાત્રિના સમયે મેટ્રો રેલ સુવિધા પ્રાપ્ત થશે. પ્રવાસી દીઠ રૂ.50 ના દરે પેપર ટિકિટથી જ પ્રવાસ કરી શકાશે. રાત્રિના સમયે દર 30 મિનિટ મેટ્રો રેલ સેવા મળી રહેશે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે પણ મોડી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેન દોડશે.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કોટેશ્વર રોડથી એ.પી.એમ.સી સુધી રાત્રે 10 વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રો મળશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના રૂટ ઉપર મોટેરા સ્ટેડિયમથી રાત્રે 2 વાગ્યા સુધી દર કલાકે, જ્યારે સેક્ટર-1થી રાત્રે 10:00 વાગ્યાથી એક વાગ્યા સુધી દર કલાકે ટ્રેન મળશે.
આ રુટ પર મોડી રાત સુધી મળશે મેટ્રો ટ્રેન
વસ્ત્રાલ થી થલતેજ રુટ પર રાત્રિના10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
કોટેશ્વર થી APMC સુધી રાત્રિના 10 થી 2 સુધી મેટ્રો ટ્રેન મળશે.
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી રાત્રે.10.11.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.
ગાંધીનગર સેક્ટર 1 થી મોટેરા સુધી રાત્રે 1011.12.1 સુધી મેટ્રો ટ્રેન મળશે.