અમદાવાદ : બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની હોટલમાં યુવકે વેજ મંગાવતા નોનવેજ પીરસવામાં આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે શહેરની પાર્ક રેસીડેન્સી હોટલમાં યુવકે વેજ ફૂડનો ઓર્ડર કર્યો હતો. જો કે હોટલ દ્વારા નોનવેજ મોકલવામાં આવતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો. આખરે ગ્રાહકે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મહત્વનું છે કે પાર્ક રેસીડેન્સી હોટલમાં વેજ અને નોનવેજ એક કિચનમાં બનાવવામાં આવતું હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે સમગ્ર મામલે AMC દ્વારા 5000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક જૈન યુવકે વસ્ત્રાપુરની થ્રી સ્ટાર ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં જમવાનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડરમાં યુવકે વેજ પનીર ચીલી મગાવ્યું હતું પરંતુ હોટલ દ્વારા ચિકન ચીલી આપી દેવામાં આવ્યું હતું. વેજિટેરિયન પનીર ચીલીની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનું યુવકને માલૂમ પડતા હોટલ પાર્ક રેસિડેન્સીના હાજર સ્ટાફ વગેરેને જાણ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ થતાં તેઓ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 5000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે પાર્ક રેસીડેન્સી હોટલમાં વેજ અને નોનવેજ એક કિચનમાં બનાવવામાં આવતું હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.
કોઈ પણ હોટેલમાં તમે જમવા માટે જાઓ અને વેજિટેરિયનનો ઓર્ડર આપવા છતાં તમને નોન-વેજ ખાવા માટે આપી દેવામાં આવે તો, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવવાનો છે. આવી હોટેલો સામે સખત કાર્યવાહી પણ થવી જોઈએ એવી વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે. આજે ફરી એકવાર અમદાવાદમાં આવી ઘટના બની છે. વેજિટેરિયનને યુવકને હોટેલવાળાએ નોન-વેજ ખાવી માટે આપી દીધું હતું. જોકે, AMC દ્વારા આ ઘટનાની નોંધ લઈને 5000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.