અમદાવાદ : લાંચિયા અધિકારીઓ હવે લાંચ સ્વીકારવા પણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરતા થયા છે. ડિજીટલ પેમેન્ટ દ્વારા લાંચ સ્વાકીરનીરી અમદાવાદ RTOની મહિલા જુનિયર કલાર્ક સ્વાતિ આર.રાઠોડની ACBએ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરીયાદી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવે છે. તેઓના બે અસીલો કે જેમને ડુપ્લીકેટ આર.સી. બુક મેળવવાની હોવાથી તે સારું ઓનલાઇન ચલણથી 700 રૂપિયા RTO માં ફી ભરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મોટર ડ્રાઈવીંગ સ્કૂલ ચલાવતા ફરિયાદીના બે અસીલોને ડુપ્લીકેટ આરસી બુક મેળવવાની હોય ઓનલાઈન એપ્લીકેશન થકી આરટીઓમાં 700 રૂપિયાનું ચલણ ભર્યું હતું. તેમ છતાં સુભાષબ્રિજ RTOમાં ફરજ બજાવતા મહિલા ક્લાર્ક સ્વાતીબેન રાઠોડ દ્વારા 800 રૂપિયાની લાંચની માગણી કરી હતી. આ લાંચની રકમ તેઓને ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપનું સ્કેનર / ક્યુઆર કોડ મોકલીને આપી દેવાનું જણાવ્યું હતું.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન સ્વાતી રાઠેડે ફરીયાદી સાથે વાતચીત કરી, ગેરકાયદેસર લાંચના નાણાં રૂ800 ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પોતાના સ્કેનર/ક્યુઆર કોડથી સ્વીકારી, ગેરકાયદેસર લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા થયાની સ્વીકૃતિ આપી, પકડાઇ ગઈ હતી.