અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં પતિની સારવાર માટે એક શિક્ષિકા ચોર બનવા મજબૂર બનતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીના ઘરમાંથી 10 તોલા સોનુ અને રોકડની ચોરી કરી હતી. ચોરી થતા શિક્ષિકાનો ભાંડો ફૂટ્યો છે. તેમજ રામોલ પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના રામોલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ નામના ફ્લેટમાં 10 તોલા સોનાના દાગીના અને રોકડ ચોરીનો બનાવ બન્યો હતો. દિવાળીના તહેવારમાં થયેલી ચોરીની ઘટનાના પગલે રામોલ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. આ મકાન 10 દિવસથી બંધ હતું. જેથી પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપી શિક્ષિકા સંગીતા નાયડુ ભોગ બનનારના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હોવાનું CCTV માં કેદ થયું હતું. જેથી શકાના આધારે પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. રામોલ પોલીસે મહિલાના ઘરમાંથી ચોરીના સોનાના દાગીના અને રોકડ સહિત રૂ 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન આરોપી મહિલા ભોગ બનનારના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હોવાનું CCTV માં કેદ થયું હતું. જેથી શંકાના આધારે પોલીસે મહિલાની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. રામોલ પોલીસે મહિલાના ઘરમાંથી ચોરીના સોનાના દાગીના અને રોકડ સહિત રૂ 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


