Tuesday, December 2, 2025

અમદાવાદના આ વિસ્તારમાં પકડાઈ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી, 20 NRI સામેલ, અનલિમિટેડ દારૂ પીવાની હતી ઓફર

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ, રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. આવો જ એક હાઈપ્રોફાઈલ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી સામે આવ્યો છે, અમદાવાદમાં બોપલ પોલીસે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મમાં ચાલી રહેલી વિદેશીઓની રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂના નશામાં ધુત 13 વિદેશી નાગરિક સહિત 15 લોકોની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. આ પાર્ટીના પાસની કિંમત 700થી 15 હજાર રાખવામાં આવી હતી અને હોટ ગ્રેબર પાર્ટી પાર્ટીનું નામ રાખવામાં આવ્યું હતું. હાલમાં તમામના મેડિકલની કાર્યવાહી શરૂ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોપલ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં એક હાઈપ્રોફાઈલ પાર્ટી ચાલી રહી છે, જેમાં શરાબ અને શબાબની છોળો ઉડી રહી છે. આ બાતમીના આધારે બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો.પકડાયેલા મોટા ભાગના NRI આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે. આ રેવ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા, જેમાં શરાબ અને શબાબનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. વિશેષરૂપે પાસમાં દારૂ પીવા માટે ‘અનલિમિટેડ’ પી શકાય એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, હુક્કા જપ્ત કરીને નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે દારૂના નશામાં ચૂર 15થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં 2 ભારતીયો સહિત 15 જેટલા NRI અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઈઝિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા.

પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો ખુલી છે. આ ‘શરાબ-શબાબ’ની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં ‘અનલિમિટેડ દારૂ’ પી શકાશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ પાર્ટીનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવ્યું હતું.બોપલ પોલીસે હાલ તમામ 15 લોકોની અટકાયત કરી, ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાર્ટીના પાસની કિંમત અલગ અલગ રાખવામાં આવી હતી. જે આ મુજબ છે.

અર્લી બર્ડ: 700 રૂપિયા
VIP પાસ: 2500 રૂપિયા
ડાયમંડ ટેબલ: 5 લોકોના 15 હજાર રૂપિયા (1 બ્લેક લેબલ અને 1 મેટલ)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...