Saturday, April 25, 2026

હવે ટ્રાફિક ઇ-ચલણનો દંડ ભરવાની પ્રક્રિયા બની વધુ સરળ, ગૂગલ-પે,ફોન પે સહિતની એપ્સમાં મળશે સુવિધા

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેન્ક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે. તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.

આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઇ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે. આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તેમજ વાહનચાલકોને સહેલાઇથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

આ અગાઉ “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરિવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફતે ભરી શકતા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...