અમદાવાદ : ઇન્ડિયન ઍસોસિએશન ઓફ પિડિયાટ્રિક સર્જન્સની જગન્નાથપુરીમાં યોજાયેલી 60મી ડાયમંડ જ્યુબિલી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોષીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને ઈન્ડિયન એસોસિએશન ઑફ પેડિયાટ્રિક સર્જન્સ દ્વારા રચવામાં આવેલ પ્રથમ ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ઓડિશામાં જગન્નાથ પુરીમાં ચાલી રહેલા IAPSCON 2025માં આપવામાં આવ્યો હતો.
છેલ્લા બે દાયકાથી ડૉ. જોશીએ પિડિયાટ્રિક સર્જરી વિભાગને મુત્રાશય એક્સસ્ટ્રોફી અને એડવાન્સ્ડ પિડિયાટ્રિક યુરોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કર્યું છે. 17 આંતરરાષ્ટ્રીય વર્કશોપ દ્વારા 300થી વધુ જટિલ એક્સસ્ટ્રોફી-એપિસ્પાડિયા કેસોની સર્જરી અને સારવાર કરી છે.
આ એવોર્ડ ક્લિનિકલ શ્રેષ્ઠતા, દૂરંદેશી નેતૃત્વ અને માનવતાવાદી સેવા આપવા માટે આ[આપવામાં આવ્યો છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સમાં, ડૉ. જોશીએ એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, ફેકલ્ટી અને માર્ગદર્શક તરીકે સેવા આપી છે.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના અંગ દાન કાર્યક્રમના તેમના આગવા નેતૃત્વથી 644 થી વધુ સફળ અંગ દાન પ્રાપ્ત કરીને, અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે ટોચનો સ્થાન તેમણે અપાવ્યું છે.


