અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના રોડ પર શાહીબાગ પાસે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે 60 મીટરમાં જ છ સ્પીડબ્રેકર મૂકી દેવાયાં છે, પરંતુ એરપોર્ટને કારણે અતિવ્યસ્ત રહેતા આ ઢાળવાળા રોડ પર અચાનક સ્પીડબ્રેકર આવી જતાં અકસ્માતો સર્જાય છે. અહીં સ્પીડબ્રેકર, સ્પીડલિમિટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાનાં સાઇન બોર્ડ મૂક્યાં છે, પરંતુ તે નાનાં અને કેટલાંક ઝાડ પાછળ ઢંકાઈ ગયાં હોવાથી જલદી નજરે ચઢતાં નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના રોડ પર શાહીબાગ પાસે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે સ્પીડબ્રેકર, સ્પીડલિમિટના સાઇન બોર્ડ મૂક્યાં છે. 60 મીટરમાં જ છ સ્પીડબ્રેકર પાંચ દિવસમાં અહીં 12થી વધુ કારના અકસ્માત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના મુજબ, દરરોજ અહીં બેથી ત્રણ અકસ્માત થતા હોવાનું કહેવું છે.આવા સ્પીડબ્રેકર ગાડીઓને નુકસાન કરે છે. સ્પીડ બ્રેકર પહેલાં આશરે 50 કે 100 મીટરે તેનાં સાઇન બોર્ડ મૂકવાં જોઈએ.તે સ્પષ્ટ દેખાય તેવાં હોવાં જોઈએ.


