અમદાવાદ : હવે ટૂંક સમયમાં ડિસેમ્બર મહિનો ટુંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. આગામી સમયમાં મ્યુ કોર્પાેરેશનની ચુંટણીઓના બ્યુગલ વાગે તે પહેલા ભાજપના કાર્યકરોમાં અંદરખાને ગણગણાટ શરૂ થઈ ગયો છે. જાે કે મતદાર સુધારણા કામગીરીને લઈને મ્યુ કોર્પાેરેશનની ચુંટણીઓ બેથી ત્રણ મહિના પાછી ઠેલાઈ તેવી શકયતાઓ જાેવાઈ રહી છે.
એક ચર્ચા મુજબ, અમદાવાદ શહેરમાં એમાંય નારણપુરા વિધાનસભામાં બે કે તેથી વધુ ટર્મથી સતત ચૂંટાતા આવતા સિનિયર કોર્પોરેટરોના નામો આગળ કાયમ માટે હવે ભૂતપૂર્વ શબ્દ લાગી જાય તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે. સાથે સાથે કેટલાંક ભૂતપૂર્વ થઈ ગયેલા ફરી પાછા મેદાનમાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
આ ઉપરાંત છેલ્લા કેટલાંક સમયથી ભાજપના ટ્રેન્ડ પ્રમાણે વાત કરીએ તો વોર્ડથી પ્રદેશના સંગઠનમાં જે પ્રમાણે યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે તે જાેતા આગામી ચુંટણીઓમાં પણ ગત ચુંટણીની જેમ ૬૫ ટકાથી વધુ કોર્પાેરેટરોને ઘરે બેસાડી તદ્ન નવા ચહેરાઓને તક અપાશે તો જ એન્ટીઈન્કમબન્સીથી બચી શકાશે એવું કેટલાંક સિનિયર નેતાઓ માની રહ્યા છે.સરકાર માટે એન્ટીઈન્કમન્સીથી બચવાને છે અને સિનિયર લોકોને વિશ્વાસમાં રાખીને તેમની ટિકીટ કાપવાની છે, આમ જાેવા જઈએ તો અત્યંત કપરૂ કામ માનવામાં આવે છે.
આ અંગે લાંબા સમયથી ભાજપથી અલિપ્ત થયેલા કેટલાંક અલિપ્ત થયેલા કાર્યકરો પણ રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને છેલ્લી ઘડીએ વરરાજા બની જાય તો નવાઈ નહીં.તો કેટલાંક સિનિયર કાર્યકરો પણ આ વખતે એક ચાન્સ લેવાનું મુનાસિબ માની રહ્યાં હોવાનું પક્ષના વિશ્વસનીય સુત્રોનું કહેવું છે.
આગામી કોર્પાેરેશનની ચુંટણીઓને હવે બે-ત્રણ મહિનાથી જેટલો સમય બાકી હોવાથી પ્રદેશ કક્ષાએ તાજેતરમાં શહેર પ્રમુખ બાદ શહેર સંગઠનની જાહેરાત કરવાની બાકી છે હવે આગામી મ્યું. ચુંટણી માટેની પ્રક્રિયાની કવાયત હાથ ધરી હોવાની સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.પરંતુ આ અંગે મોવડીઓ જાહેરમાં કંઈ પણ કહેવાનું ટાળી રહ્યાં છે.


