અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 5 થી 7 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના 1500 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, જેનાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે. અમિત શાહ દ્વારા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર તળાવ સહિતના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના 1500 કરોડના વિકાસ કાર્યોમાં જનતા માટેની સુવિધાઓ અને માળખાગત સુધારાઓનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી ખાસ કરીને વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રિનોવેટ કરાયેલા વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે, જે અમદાવાદના નાગરિકોને નવીનતમ મનોરંજન અને રમતગમતની સુવિધાઓ પ્રદાન કરશે. જેનાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે, 7 ડિસેમ્બરે, અમિત શાહ અમદાવાદના ગોતા વિસ્તારમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. તેમની આ મુ


