અમદાવાદ : શહેરના નવા વાડજમાં મિર્ચી મેદાન ખાતે આવેલ HDFC બેંક ખાતે આજે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સિવિલ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજમાં મિર્ચી મેદાનમાં આવેલ HDFC બેંક બ્રાન્ચ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ ગત તા-29-11-2025 ને શનિવારે સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું.
રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા, અમદાવાદ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે HDFC બેંકના મેનેજર દીપકભાઈ સોમૈયા અને બેંકના અન્ય કર્મચારીઓ સહિત સિવિલ હોસ્પિટલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


