27.9 C
Gujarat
Thursday, October 24, 2024

ન્યુ રાણીપ સહીત સમગ્ર શહેરમાં ગણેશ વિસર્જન માટે 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ તૈયાર

Share

અમદાવાદ : ભગવાન ગણેશની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવે છે. ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ. 8 કરોડના ખર્ચે આ કુંડ બનાવવામાં આવ્યા છે.

ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ગણેશ વિસર્જન તેમજ દશામાંના વ્રત સમયે થતા વિસર્જન માટે કુંડને કાયમી ધોરણે સાચવી શકાય તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે.વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્નવિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે. ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMCએ અપીલ કરી છે.

ગણેશ વિસર્જન કુંડની વિગત

પશ્ચિમ વિસ્તારમાં…

પંડીત દીનદયાલ હોલના ખાચામાં, રાજપથ કલબ રોડ
પ્રેરણા વિધાલય નજીક, ક્રિષ્ના પરોઠાથી સિંધુભવન રોડ
આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ
ગોતા ઈ.ડબ્લ્યુ એસ. કવાર્ટસની બાજુમાં
એપોલો સ્કુલની બાજુમાં, વંદેમાતરમ શાક માર્કેટની સામે
શગુન કાસા ફલેટ પાસે , રત્નાકર-૪ ની પાછળ
રીવેરા આર્કેડની પાછળ
સાબરમતી અચેર સ્મશાન ગૃહ પાસે
મોટેરા ઔડા ગાર્ડનની સામે (ઔડા તળાવની સામે) તળાવની પાસે
રાણીપ કાળીગામ તળાવની પાસે
આહવાડીયા તળાવની પાસે
ચાંદખેડા ટી.પી 44 પ્લોટ નં. 248 અને 249 પાસે
વડુ તળાવ પાસે
આમ્રકુંજ બંગ્લો પાસે
નારણપુરા વલ્લભ ચાર રસ્તા
સંસ્કાર ભારતી સોસાયટી સામે
પાલડી એન.આઈ.ડી.ની પાછળ
એન.આઈ.ડી. પાછળ (ઝીપ લાઈન પાસે) રિવરફ્રન્ટ
નવરંગપુરા વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ
સાહિત્ય પરિષદ પાસે. રિવરફ્રન્ટ

પૂર્વ વિસ્તારમાં…

રિવરફ્રન્ટમાં દધીચી બ્રીજ પાસે,
પીકનીક હાઉસ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં
માસ્ટર કોલોની પાસે
દશામા મંદીર પાસે ડાબી બાજુના ભાગમાં
એરપોર્ટ રોડ પર આવેલ દશામા મંદીર પાસે
દશા મંદીર પાસે જમણી બાજુના ભાગમા
મણિનગર દેડકી ગાર્ડન પાસે ખુલ્લા પ્લોટમાં
બેહરામપુરા બાબાલવલવી મસ્જિદ પાસે
લાંભા મુખીની વાડી પાસે
વટવા આકૃતિ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સામે
ખોખરા આવકાર હોલ પાસે પ્લોટમાં
બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ
સરદારનગર ઇન્દિરાબ્રિજ છઠ્ઠ ઘાટ નીચે
સરદારનગર ભદ્રેશર સ્મશાન પાસે
સરદારનગર રણમૂકતેશ્વર મહાદેવ પાસે
સૈજપુર તળાવ
એલીસબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં
સરદારબ્રીજ પાસે જમણી બાજુના ભાગમાં રિવરફ્રન્ટ પર
રાયખડ નદીના તટ પર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles