અમદાવાદ : ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાતાં આ વખતે ગરબા રસિકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવરાત્રી અંગે જાહેરાત કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લીધો છે. કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું.
ત્રણ વર્ષથી નવરાત્રીમાં મા અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતા, પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવરાત્રી અંગે જાહેરાત કરશે.