અમદાવાદ : શહેરના કરદાતાઓ માટે રાહતના સમચાર સામે આવ્યા છે. નાણાંકીય વર્ષ 2025-26 ના 3 મહિના માટે જાહેર કરાઈ વ્યાજ માફી યોજના. અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 ના અંતિમ ત્રણ મહિના માટે ‘વ્યાજ માફી યોજના’ (Rebate Scheme) જાહેર કરવામાં આવી છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાકી ટેક્સની વસૂલાત ઝડપી બનાવવાનો અને કરદાતાઓ પરનું વ્યાજનું ભારણ ઘટાડવાનો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.
ક્યારથી અમલમાં આવશે આ યોજના?
આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. જે કરદાતાઓનો પાછલો ટેક્સ બાકી છે, તેઓ આ સમયગાળા દરમિયાન ટેક્સ ભરીને વ્યાજમાં મોટી છૂટછાટ મેળવી શકશે. વ્યાજ માફીનું માળખું (નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ) નવી ફોર્મ્યુલા હેઠળ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો માટે માસવાર અલગ-અલગ વ્યાજ માફી નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે, જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીમાં જાન્યુઆરીથી માર્ચ સુધી 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.
AMCએ ટેક્સ વ્યાજ માફી યોજના કરી જાહેર
જાન્યુઆરી 2026થી લાગુ થશે વ્યાજ માફી યોજના
1થી 31 જાન્યુઆરી સુધી રહેણાંક ટેક્ષમાં 85 ટકા વ્યાજમાફી
બિન રહેણાંકમાં 65 ટકા વ્યાજમાફીની જાહેરાત
1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી રહેણાંકમાં 80 ટકા વ્યાજમાફી
બિન રહેણાંકમાં 60 ટકા વ્યાજમાફી
1 માર્ચથી 31માર્ચ સુધી રહેણાંકમાં 75 ટકા અને બિન રહેણાંકમાં 50 ટકા વ્યાજમાફી
ચાલી ઝૂંપડા વાળાને 100 ટકા વ્યાજમાફીનો લાભ મળશે
ચાલુ વર્ષના બાકી ટેક્ષ માટે આ વ્યાજમાફીનો મળશે લાભ
મહત્વની શરતો અને વિગતો
આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે કરદાતા તેમનો પાછલો તમામ બાકી ટેક્સ સંપૂર્ણપણે ભરી દેશે. AMC ના ચોપડે કુલ 25,89,367 પ્રોપર્ટી નોંધાયેલી છે, જેમાં 19,37,291 રહેણાંક અને 6,52,076 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.
AMC ના લક્ષ્યાંકો અને વર્તમાન આવક
નાણાંકીય વર્ષના અંતે આવક વધારવા માટે આ આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ વ્યાજ માફી સ્કીમ દ્વારા AMC ને અંદાજે રૂ. 600 કરોડની ટેક્સ આવક થવાની શક્યતા છે. વર્ષ માટે રૂ. 2500 કરોડનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધી રૂ. 1710 કરોડની આવક થઈ ચૂકી છે. અમદાવાદના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ભરીને આર્થિક બચત કરે અને શહેરના વિકાસમાં સહભાગી બને.


