Wednesday, January 7, 2026

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

spot_img
Share

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાથી અન્ય રાજ્યો અને વિદેશથી આવતા ગિફ્ટ સિટીના મુલાકાતીઓ માટે લિકર એકસેસની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવાતાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે. ગત સપ્તાહે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2023માં જાહેર કરાયેલા કડક નિયંત્રણોવાળા માળખામાં આ એક મોટો ફેરફાર છે.

સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના મર્યાદીત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, અગાઉ, કર્મચારીઓએ કંપનીના HR પાસેથી સત્તાધિકાર અથવા મંજૂરી લેવી પડતી હતી, જેની હવે જરૂર નથી. હવે કર્મચારી પોતે જ પરમિટ મેળવી શકે છે અને કોઈપણ વધારાની મંજૂરી વગર 25 મહેમાનોની યજમાની કરી શકે છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, વધુમાં, જો કોઈ કર્મચારી તેની પરમિટ જમા કરાવ્યા વિના ગિફ્ટ સિટી છોડી દેશે, તો તેના માટે કંપનીને હવે જવાબદાર ગણવામાં આવશે નહીં.

હવે હળવા કરાયેલા નિયમો મુજબ, જે આઉટલેટ પાસે FL-III લાઇસન્સ હશે. તેઓ હોટલ અને રેસ્ટોરન્ટના સમગ્ર પરિસરમાં દારૂ પીરસી શકશે. જેમાં લોન, પુલસાઇડ એરિયા, ટેરેસ અને હોટલના ખાનગી રૂમનો પણ સમાવેશ થાય છે. અગાઉ, વિશેષ પરમિટ ધરાવતા કર્મચારીઓ માટે માત્ર નિયત કરેલા ‘વાઇન એન્ડ ડાઇન’ ઝોનમાં જ આ મંજૂરી આપવામાં આવી હતી.

2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને આગામી સમયમાં અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જાહેરનામું ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય નાણાકીય અને બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તરીકેની ભૂમિકાને ટેકો આપવા માટેનું એક વ્યવહારુ પગલું છે. આ ફેરફાર સ્પષ્ટ રીતે નિર્ધારિત અને નિયંત્રિત માળખામાં રહીને વૈશ્વિક સંસ્થાઓ અને વ્યાવસાયિકોની કાર્યકારી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકેની તેની જવાબદારી સાથે સુસંગત રહીને, તમામ જોગવાઈઓનું નિયંત્રિત અને જવાબદારીપૂર્વક પાલન થાય તે સુનિશ્ચિત કરીને ગિફ્ટ સિટીની વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકેની સ્પર્ધાત્મકતા વધારવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...

લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી, માતા-પિતાને મોકલાશે નોટિસ, નવો ડ્રાફ્ટ તૈયાર !

ગાંધીનગર : ગુજરાતમાં પ્રેમી યુગલ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમ લગ્ન મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે થતા પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજુરી...