ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
સંગઠનમાં 10 પ્રદેશ ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે. આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે.
10 ઉપપ્રમુખની નિમણૂક
| નામ | જીલ્લો |
| જયદ્રથસિંહ પરમાર | પંચમહાલ |
| રમેશ ધડુક | પોરબંદર |
| ભરત પંડ્યા | અમદાવાદ જીલ્લો |
| રાજેશ ચુડાસમા | જૂનાગઢ જીલ્લો |
| નટુજી ઠાકોર | મહેસાણા |
| ગીતાબેન રાઠવા | છોટા ઉદેપુર |
| ગૌતમ ગેડીયા | સુરેન્દ્રનગર |
| અરવિંદ પટેલ | વલસાડ |
| રસિક પ્રજાપતિ | વડોદરા જીલ્લો |
| ઝંખનાબેન પટેલ | સુરત શહેર |
4 મહામંત્રીની નિમણૂક
| અનિરુદ્ધ દવે | કચ્છ |
| ડો. પ્રશાંત કોરાટ | રાજકોટ જીલ્લો |
| અજય બ્રહ્મભટ્ટ | ખેડા |
| હિતેન્દ્રસિંહ ચૌહાણ | સુરેન્દ્રનગર |
10 મંત્રીની નિમણૂક
| શંકર આંબલિયાર | દાહોદ |
| ડો. સંજય દેસાઈ | બનાસકાંઠા |
| નીરવ અમીન | આણંદ |
| કૈલાશબેન ગામીત | તાપી |
| મુક્તિબેન મયંકકુમાર જોષી | મહીસાગર |
| સોનલબેન સોલંકી | વલસાડ |
| પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ | સાબરકાંઠા |
| સીતાબેન પટેલ | મહેસાણા |
| આશાબેન નકુમ | જામનગર |
| હરજીવન પટેલ | બનાસકાંઠા |
1 કોષાધ્યક્ષ અને 1 સહ કોષાધ્યક્ષની નિમણૂક
| ડો. પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ) | કર્ણાવતી |
| મોહન કુંડારીયા (સહ કોષાધ્યક્ષ) | મોરબી |
કાર્યાલય મંત્રીની નિમણૂક
| શ્રીનાથ શાહ | અમદાવાદ |
મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જની નિમણૂક
| ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા) | કર્ણાવતી |
| પ્રશાંત વાળા (મીડિયા ઈન્ચાર્જ) | રાજકોટ શહેર |
વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક
| મોરચો | પ્રમુખનું નામ | જીલ્લો/શહેર |
| યુવા મોરચા | ડો. હેમાંગ જોશી | વડોદરા શહેર |
| મહિલા મોરચા | અંજુબેન વેકરીયા | સુરત શહેર |
| કિસાન મોરચા | હિરેન હિરપરા | અમરેલી |
| ઓ.બી.સી. મોરચા | માનસિંહ પરમાર | ગીર સોમનાથ |
| એસ.સી. મોરચા | ડો. કિરીટ સોલંકી | કર્ણાવતી |
| એસ.ટી. મોરચા | ગણપત વસાવા | સુરત જીલ્લો |
| લઘુમતી મોરચા | નાહિન કાઝી | ભાવનગર શહેર |
BJP ભાજપ સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત કરવાની દિશામાં આ નિમણૂકો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવી ટીમ સાથે ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.પાર્ટી દ્વારા તમામ નિમણૂક પામેલા પદાધિકારીઓને તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળવા સૂચના આપવામાં આવી છે.


