Monday, October 12, 2026

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

spot_img
Share

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ચઢાવવામાં આવતી ધજાની ઊંચાઈ વધુમાં વધુ 5 મીટર સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. ટેકનિકલ નિરીક્ષણો અને મંદિરના પૂજારીઓ તેમજ નિષ્ણાતો સાથેની પરામર્શ બાદ લેવામાં આવેલો આ નિર્ણય 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ નિર્ણય મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ લેવામાં આવ્યો છે. તાજેતરમાં કરાયેલા ટેકનિકલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે મંદિરના મુખ્ય શિખર પર આવેલો ધ્વજદંડ આશરે 15 વર્ષ જૂનો છે. દૈનિક 50 થી 60 જેટલી ધજાઓ ચઢાવવામાં આવતી હોવાથી અને પવનના ભારે દબાણને કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની સંભાવના છે. અને તેના કારણે ક્યારેક દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. તેની સાથે મોટી અને લાંબી ધજાઓ ક્યારેક જમીનને સ્પર્શે છે, તેના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે.

આ અંગે ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મંદિરના પૂજારીઓ, ધાર્મિક વિદ્વાનો અને ટેકનિકલ સલાહકારો સાથેની વિગતવાર ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મુખ્ય શિખર પર માત્ર 5 મીટર સુધીની ધજા ચઢાવવાની જ મંજૂરી આપવામાં આવશે. જે શ્રદ્ધાળુઓ તેનાથી લાંબી ધજા લાવશે, તેમને હંગામી વ્યવસ્થા રૂપે તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ તે શિખર પર લહેરાવવામાં આવશે નહીં.

મંદિર વહીવટીતંત્રએ ભક્તોને આ નિર્ણયમાં સહકાર આપવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આ પગલું સંપૂર્ણપણે શ્રદ્ધાળુઓની સલામતી, મંદિરની ભૌતિક સુરક્ષા અને પરંપરાનું સંરક્ષણ કરવા માટે લેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...