અમદાવાદ : આગામી ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવતાની સાથે જ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ તણાવમાં આવી જાય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવીને કોઈ ખોટુ પગલુ ન ભરે તેને લઈને એક પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને દરેક પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી આ પહેલ હાથ ધરાઈ છે. સતત ચૌથા વર્ષે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. અમદાવાદ DEO દ્વારા ડિજિટલ પ્રશ્ન બેંક અને દરેક વિષયના બે મોડેલ પ્રશ્નપત્રોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
question-bank-0-2026-01-5f92c9b25b8081f5e518936cf0df0f0b
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સચોટ અને ગુણવત્તાયુક્ત મટિરિયલ પૂરું પાડવાનો છે. આ સુવિધા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે અને વિદ્યાર્થીઓ માત્ર એક ક્લિક દ્વારા આખા અભ્યાસક્રમની પ્રશ્ન બેંક મેળવી શકશે. (ઉપરોક્ત આપેલી પીડીએફમાં આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને તમે લિંક મેળવી શકો છો.)
પ્રશ્ન બેંકમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય પ્રવાહના કુલ 40 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે સામગ્રી ઉપલબ્ધ છે.
ધોરણ 10ના મુખ્ય 6 વિષયો, વિજ્ઞાન પ્રવાહના 6 વિષયો અને સામાન્ય પ્રવાહના 8 મહત્ત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પ્રશ્નબેંકમાં વિષયવાર 300 પ્રશ્નો હશે. તમામ પ્રશ્નો MCQ બેઇઝડ પ્રશ્નપત્ર છે. કુલ 40 વિષયોના 80 પ્રશ્નપત્ર તૈયાર કરાયા છે.


