અમદાવાદ : શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં AMC દ્વારા શહેરના પશ્ચિમ, ઉત્તર સહિતના ઝોન સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિક ઝુંબેશ અને ગંદકી ફેલાવવાને લઈને પાન-ગલ્લા, ચાની કીટલી સહિતના 234 એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગંદકી-ન્યુસન્સ ફેલાવતા 134થી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ 6 જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે AMCએ રૂ.2.75 લાખથી વધુ દંડ વસૂલ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આજે (5 જાન્યુઆરી) ગંદકી ફેલાવનાર એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં કુલ 234 યુનિટ ચેક કરતાં 144 જેટલા એકમોને ગંદકી ફેલાવવાના અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે નોટિસ ફટકારીને 2.75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.જેમાં મોટેરા વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ મેક ડોનાલ્ડ અને KFC રેસ્ટોરન્ટ સહિત 6 દુકાનોને સીલ કરવામાં આવી હતી.
સાબરમતી ટોલનાકા ખાતે EWS આવાસ યોજનાના મકાનોની બાંધકામ સાઇટના ડેવલોપર દ્વારા રોડ પર માટી નાંખી ગંદકી કરવામાં આવતા રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં જાહેર રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ અંગે 234 યુનિટ ચેક કરી 134 જેટલા યુનિટને નોટિસ આપી 2.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.જ્યારે ઉત્તર ઝોનમાં ગંદકી ફેલાવતા 265 એકમોને નોટિસ આપીને રૂ.82,700 દંડ વસૂલ કર્યો હતો. તેમજ 4 એકમોને સીલ કર્યા હતા.


