અમદાવાદ : ભારે વરસાદની આગાહી આજે સાંજે અમદાવાદમાં શરૂ થયેલા વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. અમદાવાદમાં 2 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે અને અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિકજામની દ્રશ્યો સર્જાયા છે. સાથે જ વરસાદને પગલે અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે. નિર્ણયનગર ગરનાળું જળબંબાકાર થયું છે. અમદાવાદમાં છેલ્લા બે કલાકમાં બેથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અખબાર નગર અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ગોતા, ચાંદલોડિયા, જગતપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ ક્યાંય પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રોડ પર જણાયા હતા. ગોતા બ્રિજની નીચે તેમજ વંદે માતરમ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.