અમદાવાદ : અમદાવાદના નગરજનો માટે માથાનો દુખાવો બની ગયેલા અનેક રેલવે ક્રોસિંગ પર હવે બ્રિજ કે અંડરપાસ બનાવવા માટે તંત્રે તેયારી દર્શાવી છે.શહેરના 14માંથી 8 રેલવે ક્રોસિંગ પર બ્રિજ કે અંડરપાસ બનાવાશે, જેનું કામ બેથી અઢી વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. જ્યારે અમદાવાદ ડિવિઝનના તમામ 370 ક્રોસિંગ પર પણ 10 હજાર કરોડના ખર્ચે બ્રિજ કે અંડરપાસ બનાવાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ડિવિઝનનાં કુલ 370 ક્રોસિંગમાંથી રેલવેએ અત્યાર સુધીમાં 40 અંડરપાસ અને 26 ઓવરબ્રિજ માટે મંજૂરી આપી દીધી છે. શહેરમાં બાકીનાં છ ક્રોસિંગ માટે રેલવે અને અમદાવાદ મ્યુનિ. વચ્ચે પરામર્શ ચાલી રહ્યો છે. ટ્રેન પસાર થવાની હોય ત્યારે લોકોએ ફાટક પાસે 10થી 15 મિનિટ રાહ જોવી પડે છે, જેમાંથી મુક્તિ મળશે.આ વિસ્તારો વચ્ચેનો મુસાફરી માત્ર સરળ જ નહીં, પરંતુ સમયની બચત કરનારી પણ બનશે.
આ વિસ્તારોમાં બ્રિજ કે અંડરપાસનું નિર્માણ થતાં લાંબા સમયથી પરેશાન થતા શહેરીજનોને કાયમી છુટકારો મળશે. ખાસ કરીને દર 10 મિનિટે રેલવે ફાટક બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેમાંથી રાહત મળી શકશે.
| રેલવે અંડરપાસ | હાલનો ટ્રાફિક (ટીવીયુ) |
| વિંઝોલ ક્રોસિંગ (એલસી 305) | 15 લાખથી વધુ |
| આંબલી રોડ નજીક (એલસી 15) | 6 લાખથી વધુ |
| ચાંદલોડિયા (એલસી 03) | 8 લાખથી વધુ |
| ત્રાગડ રોડ (એલસી 240) | 10 લાખથી વધુ |
| રેલવે ઓવરબ્રિજ | |
| પુનિતનગર ક્રોસિંગ (એલસી 307) | 16.65 લાખથી વધુ |
| દક્ષિણી ક્રોસિંગ (એલસી 308) | 31 લાખથી વધુ |
| જનતાનગર (એલસી 07) | 6.75 લાખથી વધુ |
| આંબલી રોડ, થલતેજ પાસે (એલસી 11) | 5 લાખથી વધુ |
1 ટીવીયુ એટલે 1 વાહન નહિ ટ્રાફિક વ્હીકલ યુનિટ (ટીવીયુ) એક ગણતરીની પદ્ધતિ છે, જેનાથી ક્રોસિંગ પરનો વાહન વ્યવહાર માપવામાં આવે છે. જેમ કે, 1 ટ્રકને 3 યુનિટ, કારને 1 યુનિટ, બાઇકને 1 યુનિટ ગણાય છે. એટલે કે જો એક બસને 3 યુનિટ (ટીવીયુ) ગણાય છે. માત્ર 1 વાહન ગણાતું નથી.
10થી 12 મિનિટ… ફાટક બંધ હોય ત્યારે ઊભા રહેવું પડે છે. 15થી 18 વખત… એક ફાટક દિવસમાં બંધ થાય છે 1 લાખ વાહન… ફાટક પરની અવરજવર હોય તો જ બ્રિજ કે અંડપાસ બને છે. (સોર્સઃ ઇન્ડિયન સ્કૂલ ઑફ પબ્લિક પોલિસી)


