અમદાવાદ : કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ફરીથી ધામધૂમથી નવરાત્રી યોજાવા જઇ રહી છે. આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર)થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઈને GMDC ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓ શુરૂ કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડમાં હાલ તૈયારીઓના ભાગ રૂપે સ્ટેજ બનાવી દેવામાં આવ્યું છે.આ માટે વહીવટી તંત્રએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. GMDC ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલબિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો તેની પણ રેપ્લિકા GMDC ગ્રાઉન્ડમાં બરોબર વચ્ચે જોવા મળશે. જોકે, આ રેપ્લિકા અને કોઈ અડે નહીં તે માટે તેને ચારે બાજુથી કવર કરવામાં આવશે બીજી તરફ VVIP માટે પણ વિશેષ પ્રકારે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.વરસાદને કારણે આ વર્ષે ગ્રાઉન્ડ પર 15થી વધારે ડોમ બનવાશે જેથી આવેલા તમામ મહેમાનોને સાચવી શકાય. વાઈબ્રન્ટ નવરાત્રીમાં તમામને એન્ટ્રી ફ્રી આપવામાં આવશે.