અમદાવાદ : રાજ્યભરમાં માલધારીઓ હાલ આક્રમક મૂડમા છે. 11 પડતર માગણીઓ ઉકેલવાની ચીમકી સાથે માલધારીઓએ આજે બંધ પાળ્યું છે. 21 સપ્ટેમ્બરે ગુજરાતભરમાં દૂધ હડતાળ દૂધ-હડતાળ મહદઅંશે સફળ થઇ છે.સુરતમાં તો માલધારી સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. તાપી નદીમાં દૂધના કેન ખાલી કરવામાં આવ્યા હતા. દૂધ તાપી નદીમાં ખાલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી શરુ થયેલી દૂધની અછત બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ ગઈ છે. આખા રાજ્યમાં ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં લાગી ગયાં છે. એટલું જ નહીં, અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ઘણાં ઠેકાણે દૂધ સપ્લાય કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે.
પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધમાં દૂધપાક માટે દૂધ મેળવવા લોકોને રીતસર વલખાં મારવાં પડ્યાં છે. દૂધનો સપ્લાય ચાલુ રહેશે એવી વાતો પોકળ સાબિત થવા વચ્ચે દૂધની આગામી એક-બે દિવસ તંગી રહેશે એ નક્કી છે.