અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન ટાવર નજીકના મેદાનમાં જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમો દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ શહેરના કેટલાક રોડ બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નવરાત્રીમાં પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત શહેરનાં કેટલાક રસ્તાઓ બંધ રહેશે. 29મીએ GMDCના ગરબાના લીધે અંધજનથી હેલ્મેટ સુધીને રસ્તો બંધ રાખવામાં આવશે. અંધજનથી પાંજરાપોળ થઈ AEC તરફ જઈ શકાશે. તેમજ જનપથ ટીથી સ્ટેડિયમનો મુખ્ય ગેટ અને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે.
તપોવન સર્કલથી વિસત થઈ જનપથ ટી થઈ અવરજવર કરી શકાશે. સુરધારા સર્કલથી NFD સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. થલતેજ ચાર રસ્તાથી હિમાલયા મોલ સુધીનો અને ગુરુદ્વારાથી સંજીવની હોસ્પિટલ સુધી રસ્તો વાહનો માટે પ્રતિબંધિત મુકવામાં આવશે.