અમદાવાદ : PM મોદીએ ગુજરાતને ‘વંદે ભારત એક્સપ્રેસ’ અને ‘મેટ્રો ટ્રેન’ની ભેટ અર્પણ કર્યા બાદ તેઓએ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા.ત્યારે PM મોદીએ ઍમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પોતાનો ગાડીઓનો કાફલો રોકી દીધો હતો. જેની હાલ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઇ રહી છે.
નોંધનીય છે કે વર્ષ 2017માં પણ ગાંધીનગરમાં જ PM મોદીએ ઍમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે કાફલો રોકાવ્યો હતો જે બાદ સોશ્યલ મીડિયા પર VIP કલ્ચરને લઈને યુવાઓએ તેમના ખૂબ વખાણ કર્યા હતા.