અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. પૂર્વ ગૃહમંત્રી સ્વ.પ્રબોધ રાવલના પુત્ર ચેતન રાવલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ચૂંટણી સમયે કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.આપના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કર્યો હતો.
ચેતન રાવલે આપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી, શિક્ષણ પ્રશ્નોને વાચા આપવામાં ભાજપ નિષ્ફળ ગયો છે. કોંગ્રેસ આ બાબતોને લઇ પ્રજા વચ્ચે જઈ પરિણામ આપી શકી નથી. અરવિંદ કેજરીવાલના કામ બે રાજયોમાં જોયા. લોકોના કામ અને અભિગમને પરિણામ મેળવવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. પ્રજા આ વખતે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશે.