અમદાવાદ : નવરાત્રિના તહેવારમાં રાતે ઘરે જતાં દંપતીને ડમ્પરે ઉડાવ્યું હતું. આ અકસ્માતમાં બન્નેને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અગે બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં ડમ્પરે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લઈને ફૂટબોલની માફક ફંગોળી દીધું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના શેલા પાસેના વીઆઇપી રોડ પરથી એક્ટિવા લઈને દંપતી પસાર થતું હતું. આ સમયે એક ડમ્પરે બન્નેને અડફેટે લેતા દંપતિને એક્ટિવા સહિત ફંગોળી દે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હાલ પોલીસ દ્વારા ફરિયાદ લઈને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.