અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ગુજરાતમાં ચર્ચા જગાવી છે. રાતોરાત અરવિંદ કેજરીવાલનો વિરોધ કરતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં કેજરીવાલને હિન્દુ વિરોધી દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે. ગઈકાલે દિલ્હીના મંત્રીનો રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે.