અમદાવાદ : સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે દુરુપયોગ પણ છે અને આ દુરુપયોગના કારણે જેલ જવાનો વારો પણ આવી શકે છે. સાયન્સ સિટી ખાતે રહેતા બિમલ પટેલે ટ્વિટર પર બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાનું ટ્વીટ કર્યું હતું. જેના કારણે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આવો કોઈ બનાવ ના બન્યો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા બીમલ પટેલ સાથે પણ કંઈક આવ્યું બન્યું. બિમલ પટેલે ટ્વિટર પર બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાનો ટ્વીટ કર્યું હતું. જેના કારણે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા કરતા અલગ ટ્વીટ કર્યા હતા.
અમદાવાદ પોલીસ ગૃહરાજ્યમંત્રીને ટેગ કર્યા હતા. જેના કારણે પોલીસ દોડતી થઈ હતી અને આ ગેંગ બાબતે તપાસ કરી હતી પણ આવો કોઈ બનાવ કે ગેંગ ના હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. જોકે આવો કોઈ બનાવ ન બન્યો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધરપકડ કરી છે.