અમદાવાદ : એક તરફ તહેવારોની સીઝન આવી રહી છે અને એમાંય બીજી બાજુ ચોતરફ મોંઘવારી સતત વધી રહી છે. એવામાં રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી લોકો પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા. જ્યારે હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે હવેથી અમદાવાદ રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા કરી દેવાયા છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી તમે કોઈ સગા-સબંધી કે મિત્ર વર્તુળને રેલવે સ્ટેશને લેવા-મૂકવા જતા લોકોએ પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા. જ્યારે હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે હવેથી અમદાવાદ રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા કરી દેવાયા છે.દિવાળીની સીઝનમાં ટ્રાફિક વધુ રહેતો હોવાથી ટ્રાફિક ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.